કહેવું હતું ઘણું ઘણું, જાવ હવે તો નથી કાંઈ કહેવું
દિલમાં ભર્યું હતું ઘણું ઘણું, હવે તો કાંઈ નથી કહેવું
કહ્યું એમાંથી કર્યું કેટલું, જાવ હવે તો કાંઈ નથી કહેવું
શું કહેવું, શું ના કહેવું, ના મને તો, એ તો કાંઈ સમજાયું
ના જાણ્યા ભાવો, ના વિચારો, હાલતમાં એવી ક્યાં સુધી રહેવું
દર્દમાં રહીએ અમે ડૂબ્યા, ટગર ટગર બસ તમને જોયા કરવું
જાણકારી ધરાવો સારા જગની, શાને અમારા દુઃખમાં મૌન સેવ્યું
થયું ના સહન દુઃખ અમારું તમારાથી, શું મૌન એથી સેવ્યું
કહી નથી શકતો, હસી નથી શકતો હૈયામાં મંથન એવું ચાલ્યું
કહેવું નથી છતાં કહી દઉં છું, આવું તમારું લાંબું નથી ચાલવાનું
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)