રોકટોક વિનાનું હોય જીવન, જોજે સંયમની દોરી હાથમાંથી ના છૂટી જાય
ધડકને ધડકને દિલ ધડકે, દિલની ધડકન ઝીલનારું તો જો દિલ મળી જાય
દૃષ્ટિએ દૃષ્ટિએ રહે દૃશ્યો બદલાતાં, એમાં એક પરિચિત મુખ જોવા મળી જાય
યાદો દિલમાં આવે ઘણી, યાદ એક એવી જાગી જાય, હૈયાને હૂંફ એ દઈ જાય
જાગતાં જ, એ જ હસતું મુખ દેખાય, સ્વપ્ન સમ જીવનમાં એ તો બની જાય
દુઃખદર્દ વિનાનું જગમાં જીવન નથી, સહન કરવાની એને તો શક્તિ મળી જાય
તો જીવનમાં તો રંગ આવી જાય, તો જીવનમાં તો રંગ આવી જાય
દેતા દેતા હાથ ના થાકે જીવનમાં, હાથ દેતા પણ એ ખાલી ના થાય
સૂરજ ઊગે સવારના, સાંજે આથમી જાય, સદ્ગુણોની ઊગે સવાર આથમે ના જરાય
પુણ્યે પુણ્યે તો પાપ ઠેલાય, જીવન પાપને તો દૂરથી સલામ કરતું જાય
રહે હૈયું પ્રભુમય બનીને તો જીવનમાં, ગુમાવે ના શ્રદ્ધા પ્રભુમાં જરાય
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)