દુઃખ જીવનમાં તો કાંઈ અનંત નથી, અંત એનો તો છે છે ને છે
મુસીબતો તો જીવનમાં કાંઈ અનંત નથી, મારગ એનો તો છે છે ને છે
કર્મો જીવનમાં તો કાંઈ અનંત નથી, રસ્તો એનો તો છે છે ને છે
ખામીરહિત માનવી નથી આ જીવનમાં, ખામીઓ તો છે છે ને છે
હોય છે હૈયામાં પ્યાર તો કોઈના માટે, છુપાયેલો હોય તો છે છે ને છે
હરેક માનવીમાં હોય છે કોઈ ને કોઈ શક્તિ છુપાયેલી, એ તો હોય છે છે ને છે
હોય છે તરસ કોઈ ને કોઈ હરેક માનવીમાં, જીવનમાં એ તો હોય છે છે ને છે
પ્રેમ વિના વિતાવવી કેમ ક્ષણો, વિરહની એ ક્ષણો મુશ્કેલ તો છે છે ને છે
સ્વાર્થ ભરી ભરી રાખી તો હૈયે, જોડવું ચિત્તને પ્રભુમાં એ મુશ્કેલ છે છે ને છે
દર્દ વિનાનું ગોતવું દિલ તો જગમાં, જીવનમાં એ તો મુશ્કેલ છે છે ને છે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)