કિસ્મતની ખાઈ ખાઈ લાત તો નમ્યા, હવે અક્કલથી પ્રભુને જાણો અક્કલથી પ્રભુને શોધો
કરી કરી જગમાં તો બધું, રહ્યો છે એ છુપાઈ, હવે અક્કલથી...
દેખાઈ દેખાઈ રહે પાછો એ તો છુપાઈ, હવે અક્કલથી પ્રભુને જાણો અક્કલથી...
સ્થાન છોડી જાતો નથી ક્યાંય રહ્યો તોય એ તો બધે, હવે અક્કલથી પ્રભુને જાણો અક્કલથી...
સાકાર જગ ને નિરાકાર જગનો તો છે રચયિતા, હવે અક્કલથી પ્રભુને જાણો અક્કલથી...
સકળ જગનો છે કર્તા, હૈયે નથી કોઈ અભિમાન, હવે અક્કલથી પ્રભુને જાણો અક્કલથી...
પડી નથી જરૂર નયનોની એને તો જોવા, હવે અક્કલથી પ્રભુને જાણો અક્કલથી...
નયનો વિના પણ રહ્યો છે જગને જોતો ને જોતો, હવે અક્કલથી પ્રભુને જાણો અક્કલથી...
ભાવે ભાવે ભીંજાતો છે એ તો ભાવથી ભરેલો, હવે અક્કલથી પ્રભુને જાણો અક્કલથી...
દેખાય નહીં ભલે હાથ એના, રહે જગને તો એ દેતો ને દેતો, હવે અક્કલથી પ્રભુને જાણો અક્કલથી...
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)