છે જીવનમાં તો બસ જ્યાં ને ત્યાં તો બસ, હોહા હો, હોહા હો
કરશો ના જીવનમાં તો બસ તમે ખોટી તો, હોહા હો, હોહા હો
આવે નિરાશાની પળો જીવનમાં, ગજવી ના દેતા કરી, હોહા હો હોહા હો
પ્રેમ જાહેરાતનો વિષય નથી, કરશો ના જાહેર કરી, હોહા હો હોહા હો
મળી સફળતા યત્નોને, આપો ના રૂપ મોટું કરી, હોહા હો હોહા હો
કર્યો ઉપકાર અન્ય ઉપર, ગજવ્યો એને શાને કરી, હોહા હો હોહા હો
રાખી ના કાબૂ લાગણીને, શાને મચાવ્યો શોર કરી, હોહા હો હોહા હો
કેળવી અધૂરા ગુણો જીવનમાં, દીધા ગજવી એને કરી, હોહા હો હોહા હો
સહન કરી ના શક્યાં દુઃખો જીવનમાં, દીધું ગજવી કરી, હોહા હો હોહા હો
કરી ભક્તિ થોડી ગજવી ઝાઝી જીવનમાં એને કરી, હોહા હો હોહા હો
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)