દેખાય નહીં જાય એમાં જે ડૂબી, છે મુશ્કેલ કાઢવા એને એમાંથી
કાઢશે એને તો એ જ એમાંથી જીવનમાં, હશે જે અગમ્ય પથનો પ્રવાસી
પહોંચાડશે કોણ સંદેશો એને, પહોંચાડનારો એનો મળશે ટપાલી ક્યાંથી
ડૂબ્યા જે વિચારોમાં, મળશે ના જો એના તાંતણા, કાઢશે બહાર એને ક્યાંથી
ડૂબ્યા જે ભાવોમાં, ના મપાશે ઊંડાઈ એની, કાઢશો બહાર ક્યાંથી એને એમાંથી
ઊતરી ગયા જે પ્રેમમાં ઊંડા, બનશે મુશ્કેલ તો એને કાઢવા એમાંથી
ડૂબી ગયા શંકામાં જે ઊંડે, બનશે મુશ્કેલ જીવનમાં કાઢવા એને એમાંથી
ગેરસમજના સાગરમાં, જીવનમાં તો જે ડૂબ્યા, બનશે મુશ્કેલ કાઢવા એને એમાંથી
નિરાશાના સાગરમાં જે ડૂબ્યા, બનશે મુશ્કેલ તો કાઢવા એને તો એમાંથી
વિષાદના સાગરમાં જે ડૂબ્યા, બનશે મુશ્કેલ કાઢવા બહાર એને એમાંથી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)