શરમથી દે છે હવે આંખો ઢાળી શાને, આવીને ઊભી છે તારી નોતરેલી ઉપાધિ
રોક્યું ના તેં તારા દિલ ને મનને, લાવી છે ખેંચી તારા માટે એ તો ઉપાધિ
છેડો સાચનો દીધો ફાડી, લીધો જૂઠનો છેડો પકડી, લાવી તારા માટે એ તો ઉપાધિ
ભૂલ્યો પ્રેમના પાઠ તો જીવનમાં, દીધો વેર સાથે નાતો બાંધી, લાવી એ તો ઉપાધિ
અહંમાં અકડાઈ, ભૂલ્યો વિવેક તો જીવતા, જીવનમાં મેળવી એમાં તો તેં ઉપાધિ
લોભ-લાલસાને દીધાં જીવનમાં તેં વધાવી, દીધાં દ્વાર ખોલી એણે આવી એમાં ઉપાધિ
કરી દ્વારે દ્વારે જઈ પ્રાર્થનાઓ મનને ફરતું ને ફરતું રાખી, અટકી ના જીવનમાં એમાં ઉપાધિ
ચલિત મનને બનાવ્યું વધારે ચલિત, સમજ્યું ના એમાં જવાબદારી, મળી એમાં ઉપાધિ
છોડયા સાથ સદ્ગુણોના, ચાલ્યો પકડી પૂંછડાં દુર્ગુણોનાં, મળી જીવનમાં એમાં ઉપાધિ
દુઃકૃત્યો ને દુષ્ટ વિચારોથી છાયા પાછળ ને પાછળ આવી, રહી મળતી જીવનમાં એમાં ઉપાધિ
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)