કરીશ જેટલા વિચારો કર્મોના, કર્મો તને ખેંચતાં જાશે
કરીશ સાચો પૂરુષાર્થ જીવનમાં, કર્મોને એમાં રોકતો જાશે
દુઃખ અને દુઃખના વિચારો તને, દુઃખી ને દુઃખી કરતા જાશે
કરીશ અવગણના દુઃખની, દુઃખ દુઃખી થઈ ભાગી જાશે
સુખની શૈયામાં નાનો કાંટો પણ બાધા ઊભી કરી જાશે
દુઃખના વાતાવરણમાં, કાંટો પણ તો સાધન બની જાશે
રહીશ કરતો વિચાર કર્મોના, વિચાર એના તને થકવી જાશે
કર્મોના વિચારોમાં ને વિચારોમાં, મૂંઝારો તારો વધતો જાશે
બની કર્મોનો ઉપાસક, કર્મોને જ્યાં પ્રભુને અર્પણ કરતો જાશે
લેશે સ્વીકારી જવાબદારી પ્રભુ કર્મોની, કર્મોથી મુક્ત ત્યાં થાશે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)