કર્મોના ખેડેલા ખેતરમાં ખેડાણ કરું છું, મારાં નવાં મંડાણ કરું છું
અંતરથી પ્રભુ સાથે જોડાણ કરું છું, જીવનનાં પાપોનું ધોવાણ કરું છું
જીવનમાં પુણ્યનું રોકાણ કરું છું, મનની તપાસ તો ઊંડાણમાં કરું છું
જગાવી સદ્ગુણોને તો જીવનમાં, જીવનમાં અવગુણો પર તો દબાણ કરું છું
કરી નિષ્કામ કર્મો તો જીવનમાં, પ્રભુના દિલમાં તો મારું રહેઠાણ કરું છું
કરી દિલને પૂરું સાફ, પ્રભુને અંદર પધારવા તો એમાં, વિનંતી કરું છું
કરેલા કર્મોએ સર્જ્યાં સુખદુઃખ તો જીવનમાં, ફરિયાદ તોય એની કરું છું
મનની ચંચળતાનો ભોગ બની, મનને જીવનમાં તો નાથવા પ્રયત્ન કરું છું
શ્વાસે શ્વાસે તો જીવનમાં, જગમાં તો તકદીરનો તો સામનો કરું છું
આ યાદ રહેનારી બધી વિગતોને જીવનમાં તો, ભૂલતા યત્ન કરું છું
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)