મારા સપનાની સાદડીમાં તો, હું ને હું જ તો બેઠો હતો
મારાં અરમાનોના જોઈ જોઈને ભંગાર, નિસાસા લેતો હતો
કરી કરી યાદ તો હવે એને, મરશિયા એના હું જ ગાતો હતો
પડાવી હતી એમાં મીઠી ભાત, વેરણછેરણ એને જોતો હતો
હતો ના એમાં કોઈનો સાથ-સંગાથ, ઘડવૈયો એનો હું ને હું જ હતો
કદી કદી વાસ્તવિકતા સાથે મેળ એનો ખાતો ના હતો
જીવનની વાસ્તવિકતામાંથી ભાગવાનો મારો સહારો હતો
આવડત-બિનઆવડતની દોડધામમાં નિરાશાનો વારો આવ્યો હતો
સરકી સપનાની સૃષ્ટિમાં, રહીસહી હિંમત મેળવતો હતો
આવા સપનાના જોઈ જોઈ ભંગાર, મરશિયા એના ગાતો હતો
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)