પગલે પગલે તો એના, તારાં પગલાં તો તું પાડતો જા
પડશે ચાલવું તો પગલે એના, જોયા નથી જગમાં તો જેના
છે નાનાં કે મોટાં, જોયાં નથી એને, પગલાં એનાં પારખતો જા
જાગશે જ્યાં મનમાં, જળવાશે હૈયામાં, જીવનમાં એ સમજતો જા
જોજે ખુલ્લી આંખે જીવન અન્યનાં, મળી આવશે પગલાં એના
લોભ-લાલચનાં ચડાવીશ જો ચશ્માં, દેખાશે ના પગલાં એનાં
હશે ભર્યાં પ્રેમના ભાવ જો હૈયે, પગલાં દેખાયા વિના રહેશે ના
દેખાયાં પગલાં એનાં જેને જીવનમાં, એના પગલે ચાલવું ભૂલ્યા ના
એના પગલે ચાલવા, ઉતાવળ કરવામાં પગલાં એનાં ચૂકતો ના
સભાનપણે પડશે ચાલવું, પગલે પગલે ચાલવું એના ચૂકતો ના
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)