છટકી શક્યું નથી જગમાં તો, કોઈ વિધાતાના હાથમાંથી
ચાલે છે એકચક્રી રાજ એનું માનવ પર, કોઈ એમાંથી બચ્યું નથી
કરતા ને કરતા રહ્યા માનવ, વિધાતાના તો પોતાનાં કર્મોથી
લાચાર બની કર્મોથી, જોઈ રહ્યો માનવ ખેલ વિધાતાના લાચારીથી
ત્યજી ના ઇચ્છાઓ, રહ્યો બંધાતો માનવ એમાં તો કર્મોથી
રાખી ના કાબૂમાં ઇચ્છાઓ, દીધું ભરી જીવન એમાં દુઃખોથી
દીધું છે પ્રભુએ માનવજીવન તો ભરી, ભરી દીધું બધી શક્તિઓથી
તોય કલ્પાંત કરી કરી, દીધું છે માનવે જીવન ભરી ફરિયાદોથી
હતી શાંતિ જ્યાં ખુદના હાથમાં, ભટકી રહ્યો શાંતિ માટે અશાંતિથી
હતી બાજી ખુદના હાથમાં, રહ્યો છે રમી માનવ વિધાતાના હાથથી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)