કઠણ કર્મોની ભીંતને બનશે મુશ્કેલ જીવનમાં એને ભૂંસવી
આશીર્વાદોની તો જીવનમાં, ભલે વરસે જીવનમાં એની હેલી
ખાલી ભાગ્યની કેડી પડશે ભૂલવી, પડશે પકડવી પૂરુષાર્થની કેડી
જાગશે જ્યારે ઊંડા અંતરમાં, ઝરણું વિશ્વાસનું દેશે એને એ ભૂંસી
મૂંઝાતા મનને ને તપતા હૈયાને, જાશે જીવનમાં એને એ ખીલવી
દિશા વિનાના જીવનો જગમાં, દઈ જાશે દિશા એ તો નવી
પ્રેમની ભાત પડશે જીવનમાં તો નવી, ઊઠશે ખીલી બહાર જીવનમાં નવી
કર્મોની કઠણાઈઓ તો પડી જાશે, જીવનમાં એમાં તો ઢીલી
કર્મોના તો દર્દની દીવાલો, બની જર્જરિત એમાં જાશે એ તૂટી
જીવનના હરેક અંગના પ્રગતિનાં દ્વાર જાશે એમાં તો ખૂલી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)