થઈ છે વ્હેતી જ્યાં વિચારોની ધારા, અટકશે ક્યાં એ કોણ જાણે
સમજાશે એમાં શું કેમ અને ક્યારે એ તો કોણ જાણે, એ કોણ જાણે
વળશે એ કઈ બાજુ, જાશે ક્યાં એ તો તાણી, એ તો કોણ જાણે, એ કોણ જાણે
લેશે આધાર એ કોનો, છોડશે આધાર એ કોનો, એ તો કોણ જાણે, એ કોણ જાણે
ઝીલશે ધારા એ ક્યાંથી, રેલાવશે ધારા એ શાની, એ તો કોણ જાણે, એ કોણ જાણે
હશે વિચારો જુદા જુદા, ગણવા એમાં કોને એના, એ તો કોણ જાણે, એ કોણ જાણે
વિવિધતા હશે એમાં ભરી ભરી, ઉપજાવશે ભાત એ કોની, એ તો કોણ જાણે, એ કોણ જાણે
નિયમ વિનાની ધારા, વહેશે નિયમમાં, પ્રગટશે એમાં શક્તિની ધારા, એ તો કોણ જાણે, એ કોણ જાણે
જે ધારા જગાવે શક્તિ જીવનમાં, એ ધારા કેવી, એ તો કોણ જાણે, એ કોણ જાણે
જે ધારા સુધારે ના મનની હાલત જીવનમાં, એ ધારા તો કેવી એ તો કોણ જાણે, એ કોણ જાણે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)