જીવનમાં તો કરશું શું, જીવનમાં અમે આટલું તો કરશું
નાના નાના, સંકલ્પો સિદ્ધ કરી, સંકલ્પોના શિખર સિદ્ધ કરશું
વેરની ગલીઓમાં ફરવું ભૂલીને, પ્રેમની સાધના જીવનમાં કરશું
લોભલાલચને હડસેલી હૈયેથી, પ્રભુના ધ્યાનમાં નિત્ય રહીશું
અવગુણોએ ફેરવેલી જીવનની હારની બાજીને, જીતમાં ફેરવશું
કામ ક્રોધ ત્યજીને જીવનમાં, સહુ સંગે હળી મળી રહીશું
હૈયાને અવગુણોથી મુક્ત કરી, શાંતિનું ધામ એને બનાવીશું
જીવનમાં રસ્તા ખોટા બધા છોડીને, જીવનને સરળ બનાવીશું
મળ્યું છે જ્યાં આ મોંઘેરું જીવન, ગમે એમ ના એને વેડફી દેશું
હર હાલતમાં ખુશ રહી જીવનમાં, જગમાં સહુને ખુશ રાખીશું
પ્રભુના પ્રેમનાં સંભારણાં વાગોળી, એના પ્રેમમાં મસ્ત રહીશું
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)