જીવનમાં ના જો કોઈ અર્થ હશે, એવું જીવન જીવવાનો ના કોઈ અર્થ હશે
જે જીવનમાં ના કોઈ અર્થ હશે, જીવવું એવું જીવન એ તો વ્યર્થ હશે
પ્રભુના તાંતણા જોડે ના જો સંપર્ક હશે, એ જીવન જગમાં વ્યર્થ ભાર હશે
હૈયામાં ભાવોનો ચરુ ઊકળતો હશે, જીવનનું ના એ કાંઈ દર્પણ હશે
વિચલિત મને બનાવ્યું બધું વિચલિત, એવા મનમાં ના સામર્થ્ય હશે
પરમાર્થની રાહે જે જીવન ચડયું નથી, એના જીવનનો મોહ વ્યર્થ હશે
અર્થસભર જીવ્યા જગમાં જે જીવન, જગમાં એ જીવન તો સમર્થ હશે
જે જીવનમાં ભર્યો ભર્યો અર્થ હશે, પ્રભુનો અર્થ એ જીવનમાં સંપૂર્ણ હશે
ભાવો ને શબ્દોમાં જો ના અર્થ હશે, એવું અર્થ વિનાનું જીવન વ્યર્થ હશે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)