રહ્યા છો મહેરબાં મુજ પર તમે માડી, એક મહેરબાની વધુ કરજો
રહ્યા અને છો પોષક તમે મારા પ્રેમના, ઊણપ દૂર એની કરી દેજો
વસ્યા છો જગમાં બધે તમે, હૈયાને મારું ધામ તમારું બનાવી દેજો
કરું કામ જગમાં બધાં, તમારી ઇચ્છા વિરુદ્ધનું પગલું ના ભરવા દેજો
કહેવું તો જગમાં જઈને કોને, સ્થાન મને એનું તો બતાવી દેજો
નથી કોઈ વાતની શક્તિ પાસે મારી, હરેક કાર્યમાં શક્તિ ભરી દેજો
દુઃખે કર્યાં દુઃખી મને, સુખે રહેવા દીધો સુખે મને, સમતુલા જળવાવી દેજો
મૂંઝાઉં જ્યારે જીવનમાં માડી, મૂંઝવણમાંથી બહાર મને કાઢી દેજો
તારા મિલનની આશા, સળગતી રહે હૈયામાં, ના નિરાશામાં ફગાવી દેજો
તારી ભક્તિની ભાવના રહે હૈયે ભરી ભરી, ના ઓટ એમાં આવવા દેજો
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)