વધવું છે જીવનમાં જ્યાં આગળ, પકડજે થડને, છોડજે ડાળ ને પાંદડાં
ભરી હિંમત માંડજે ડગલાં, જાતે ને જાતે, વાટ તારી માંડજે કંડારવા
શિખરો રાખજે ના નજર બહાર, ભરજે એક એક ડગલું એ દિશામાં
સાંભળજે સાદ તું તારા અંતરનો, ગૂંગળાવી ના દેજે એને અન્ય અવાજમાં
પ્રેમનું આસન બિછાવી હૈયામાં, કરજે વિનંતી પ્રભુને એમાં પધારવા
હકીકતને રાખી હાથમાં, કરજે યત્નો તો વાસ્તવિકતાને સ્થાપવા
પકડી ના રાખજે ખોટી જીદને જીવનમાં, રહેજે તૈયાર હકીકતને સ્વીકારવા
વાગોળજે ના અપમાનને જીવનમાં, કરજે ના પાછીપાની માફ કરવામાં
છે જીવન તો એક લાંબી સફર, વેડફતો ના સમય તો રોકાવામાં
તૂટતો ના હિંમતમાં, અથડાતો ના શંકામાં, વધજે ને વધજે આગળ વિશ્વાસમાં
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)