તારાં ને તારાં પુણ્યો, કરી શકશે, તારી તકદીર સાથે સોદાબાજી
સુખદુઃખની તો મોહક જાળ, જીવનમાં તકદીરે તો છે બિછાવી
દેખાય છે તો જગમાં, રહી નથી શકતો જીવનમાં તો સદા રાજી
બચ્યું નથી તો કોઈ જગમાં, અંતરના અગ્નિમાં રહ્યા છે સહુ દાઝી
જોઈતું હોય લખ્યું ના હોય જે, સ્વીકારજે એને લખાવવાની જવાબદારી
હોય ખ્યાલમાં, ફળ આપી શકે જે એ, કરી એને ચરણમાં તો પ્રભુના સોંપી
હશે ના ભાવના બદલાની, હશે ઇચ્છા ખાલી ઇચ્છા પૂર્તિ ના થાશે એ પૂરી
રહેતો ના ગફલતમાં કરવામાં સોદાબાજી, તારાં કર્મો જ સુધારશે તારી બાજી
જીતી જાશે તું તારી બાજી, છવાઈ જાશે જીવનમાં તારા, તારાં કર્મોની મસ્તી
વેદ પુરાણ શાસ્ત્રો સમજાવી ગયાં આ બધું, રાહ જુએ છે તારા અમલની
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)