કુદરત કેમ રહેશે મને, તારા ઉપર તો વિશ્વાસ
આ જગ કાજે તો સર્જી છે તેં તો, એક અમાસની અંધારીં રાત
શાને કાજે મારા ભાગ્યમાં દીધી છે, આપી અનેક અંધારીં રાત
અંધારીં રાત પછી પણ સર્જી છે કુદરત, એના કાજે સોનેરી પ્રભાત
કેમ મારા ભાગ્યમાં ઉગાડયું નથી, એવું કોઈ સોનેરી પ્રભાત
ફેલાવતો રહ્યો ને રહ્યો છે તું, જગમાં તો ઉમંગભર્યાં શ્વાસ
કેમ નથી પહોંચાડયા મારા જીવનમાં, એવા ઉમંગભર્યાં શ્વાસ
રંગવિહીન આકાશને, અનેક રંગોથી રંગી દીધું તેં આકાશ
ગયા શું ખૂટી તારી પાસે રંગો, દઈ દીધી જીવનને કાળી રાત
દીધું સાગરના હૈયાને ભરતી-ઓટની છોળો, ઉછાળી ભર્યાં એના શ્વાસ
મારા જીવનને કેમ ડુબડયું, દઈ દઈ, કાઢી ના શકું બહાર એવા વિશ્વાસ
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)