કોઈ આવે કોઈ જાય, જીવનમાં મુલાકાત થાતી જાય
કર્મોની લેણદેણના હિસાબ, જીવનમાં પૂરા થાતા જાય
કોઈ આવી શાંતિ આપી જાય, કોઈ ઉકળાટ વધારી જાય
વરસાવી શબ્દોનાં તીરો, કોઈ ઘાયલ એમાં કરતું જાય
કોઈ સ્વાર્થના માર્યા થાયે ભેગા, કોઈ સ્વાર્થે છૂટા પડતા જાય
કોઈ મળતાં દિલને ઘા વાગે, કોઈ મુલાકાત ઘા રૂઝવી જાય
કોઈ હસતા હસતા મળે, કોઈ કતરાતી આંખે મળતા જાય
કોઈ મુલાકાત તો, યાદ યુગોની પ્રીતની આપી જાય
કોઈ મુલાકાત તો, આ જનમની યાદ પણ ભુલાવી જાય
કોઈ મુલાકાત તો, પ્રભુ સાથેની મુલાકાતમાં બાધા નાખી જાય
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)