રહી જાશે, રહી જાશે એ, વેરનાં મૂળ હૈયામાં ફૂટયા વિના ના રહેશે
પ્રેમના અંકુરો ફૂટયા જ્યાં હૈયામાં, છોડ બન્યા વિના એ તો ના રહેશે
ઇચ્છાનો છોડ વધ્યો જ્યાં દિલમાં, જીવન હચમચ્યા વિના ના રહેશે
કરીશ પૂરુષાર્થની સ્થાપના જીવનમાં, ફળ એનાં જીવનમાં મળ્યા વિના ના રહેશે
લાગ્યો ચરિત્રને ડાઘ જ્યાં જીવનમાં, કિંમત જીવનની કોડીની એમાં તો થાશે
જીવન ડૂબ્યું જ્યાં પ્રભુભક્તિમાં, પ્રભુમિલન એમાં તો સહેલું બનશે
હટી ગયા શંકાના કણો જ્યાં હૈયામાંથી, જીવન ભવ્ય એમાં તો બનશે
ઈર્ષ્યાનો છોડ વધ્યો જ્યાં દિલમાં, જીવન બળ્યા વિના ના એમાં રહેશે
સરળતાના ભાવો જાગ્યા ને ટક્યા હૈયામાં, જીવન તો સરળ એમાં બનશે
નિર્મળતા પ્રવેશી અને વસી જ્યાં હૈયામાં, ધામ પ્રભુનું તો એ બનશે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)