તારા પ્યારમાં ને પ્યારમાં રહ્યો છું જીવી, તારા પ્યારમાં મરવા દેજે
પ્યાર વિનાની જોઈએ ના યાદ બીજી, યાદોમાં તારો પ્યાર ભરી દેજે
પ્યારમાં ડૂબે જીવનના બધા છેડા, ભીંજાય એમાં એવા ભીંજાવા દેજે
તારી સેવા તો છે જગની સેવા, તારી સેવા તો મને કરવા દેજે
તેજભર્યું છે હૈયું ને નયનો તો તારાં, એ તેજનું પાન મને કરવા દેજે
નયનો ને હૈયામાં સમાવવી છે તને, હૈયામાં તમને તો સમાવવા દેજે
કરશું જે જે જીવનમાં તો અમે, અર્પણ એ બધું તને કરવા દેજે
રાહ પકડી છે જીવનમાં જ્યાં તારી, તારી પાસે અમને પહોંચવા દેજે
દિલની ધડકનમાંથી જે સૂરો નીકળે, તારું નામ એમાંથી નીકળવા દેજે
આભ તો છે મનડું મારું, દિલ છે ધરતી મારી, તારા નામનો પુલ બનાવવા દેજે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)