આંખમાંથી જ્યાં અમી વરસે, હૈયું જ્યાં એને ઝીલતું જાય
છે રે એ તો (2) મહોબતની પહેલી શરૂઆત
યાદે યાદે તસ્વીર એની જાગે, હૈયે ઝંખના એની જાગતી જાય
વિચારોને એના વિચારોનાં સ્પંદનો ઝીલવા, હૈયું ઝંખતું જાય
વિચારોની ભીંસ વધે જ્યાં, રંગીન સપનાં દેખાડતું જાય
આંખ સામેથી ખસે ના જ્યાં, એ મૂર્તિ હસતી ને હસતી એ જાય
યાદે યાદે જ્યાં એની, ધડકન હૈયાની તો વધતી ને વધતી જાય
આવે વિચાર એના વિરહના, હૈયું બેચેન એમાં તો થઈ જાય
શ્વાસે શ્વાસે લાગે સમીપતા, ગરમી તો એમાં અનુભવાય
લાગે સ્વર્ગ એના વિના સૂનું, ભાવો હૈયામાં એવા અનુભવાય
હૈયે અવાજ જ્યાં એના સંભળાય, હૈયું આનંદમાં તરબોળ બની જાય
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)