મારી ને તારી, તારી ને મારી છે રાહ જુદી, જગ છે રાહ તો જુદી
છે રાહ તારી સ્વાર્થ ભરેલી, ચાલવું છે રાહે તો મારે તો ત્યાગની
પળેપળ સ્વાર્થ તું વિતાવે, વિતાવવી છે પળો મારે સ્વાર્થ વિનાની
કરે ને કરાવે પળેપળ તું ચિંતા, ધામે પહોંચવાની છે રાહ તો ચિંતા વિનાની
અગણિત કામો છે તારે કરવાં, વિતાવે ના પળ તો તું કામ વિનાની
છે એક જ કામ મારે, જનમોજનમ, રહેલું કાર્ય અધૂરું પૂરું કરવાની
દૃષ્ટિએ દૃષ્ટિએ છે દૃશ્યો ફરક છે એક જ સામ્ય છે સ્વાર્થ ભરેલી
સ્થિર નથી ભાવની દુનિયા અમારી, છે રાહ એ તો અમારી ને અમારી
મુખ્ય આકર્ષણમાં રહી છે ફરી દુનિયા, દુનિયા અમારી મનના આકર્ષણમાં ફરવાની
તાણો રહી છે વધતી જીવનમાં, રાહ અમારી એમાં તો બદલાવાની
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)