જાવું છે મારે જાવું છે જાવું છે જીવનમાં જ્યાં, ત્યાં મારે જાવું છે
દર્દ જીવનનું સંભાળીને દિલમાં, જ્યાં ત્યાં જીવનમાં ના એને ગાવું છે
પ્રેમ તો છે દર્પણ જીવનનું, ના જીવનમાં ઝાંખું એને પડવા દેવું છે
મક્કમ રીતે વધવું છે જીવનમાં આગળ, ના વિચલિત એમાં થાવું છે
કરવાં છે કામો જીવનમાં સારાં, ના અહંને જીવનમાં તો વચ્ચે લાવવું છે
કરવાં છે કર્મો જીવનમાં તો એવાં, ના જીવનમાં દુઃખી એમાં થાવું છે
હળીમળી ચાલવું છે સહુ સાથે, ના વેર તો કોઈ સાથે બાંધવું છે
જનમોજનમ વીત્યા પ્રભુમિલન વિના, પ્રભુમિલન વિના ના રહેવું છે
મળ્યા ના મળ્યા અનોખા અનુભવ જીવનમાં, ના એમાં હરખાઈ જાવું છે
સારા વિચારોથી શોભાવવું છે જીવનમાં, ના વંચિત એનાથી રહેવું છે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)