ગંભીર ગુનાઓ પણ માફ કરી દે છે જ્યાં જગમાં તો પ્રભુ
બનાવી ના દેતો તેથી જીવનને, જીવનમાં ગુનાઓનું કારખાનું
ત્યજી ના દેજે પ્યારની ગલીઓ, બની જાશે દિલ પ્રભુનું સરનામું
પાજે વિશાળતાનાં વારિ દિલને, બની જાશે, ત્યાં એ પ્રભુનું સફરનામું
કરજે કામો ચોકસાઈથી જીવનમાં, કરતો ના ઊભું ખોટું ડીંડવાણું
હરેક વાત સમજી લેજે બરાબર, હરેક વાત છે કોઈ સારનું ઠેકાણું
હરેક દૃશ્યો નોંધજે તું દિલમાં, જે જગમાં પ્રભુનું એ કારનામું
હરેક દર્દમાં બનતો ના દીવાનો, દર્દ એક પછી એક તો આવવાનું
વ્હાલભરી છે ભાવની નદીઓ, ભૂલજે ના એનું તો જતન કરવું
કૃપણતા દેજે ત્યજી જીવનમાં, દેજે હથિયાર બનાવી, પ્રભુનું દિલ જીતવાનું
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)