તારા મનડાની વિરુદ્ધ, તારી દિલડાની વિરુદ્ધ, આવું તેં કેમ કર્યું
લેતો હતો તું સુખની નીંદર, ઊંઘ વેચી ઉજાગરો શાને ખરીદ્યું
હતી જિંદગી નિરાંતની, જગાવે ચિંતા, પગલું એવું શાને ભર્યું
હતી ભરી સાચી સમજ હૈયામાં, એ સમજને દગો શાને દીધું
ખોટી લાલસાઓથી જીવનમાં, હૈયાને શાને તો તેં ભરી દીધું
રાખી ના શક્યો બંનેને કાબૂમાં, જીવનમાં તણાવું એમાં પડયું
વિશ્વાસના સઢ વિનાનું વહાણ તારું, જીવનમાં ઊછળતું એ રહ્યું
પ્રેમ તો છે ધબકારા જીવનના, પ્રમથી કેમ મોં તે ફેરવી લીધું
દુઃખની સામે હતો જંગ તારો, દુઃખને ગળે કેમ તેં વળગાડયું
મનડું ને દિલ છે અંગ તારાં, શાને એની વિરુદ્ધ જાવું પડયું
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)