શાને મૂંઝાઈ ગયા છો હૈયામાં, આજ શાને મૂંઝાઈ ગયા છો
ઊઠી ગયો છે શું પ્રભુમાં વિશ્વાસ, આજ શાને મૂંઝાઈ ગયા છો
કિસ્મતે ખોલ્યાં નથી શું જીવનમાં, તો તમારા આશાનાં દ્વાર
અવિરત મહેનતનો મળ્યો નથી શું, જીવનમાં યોગ્ય પુરસ્કાર
અનેક વિચારોથી ખળભળી ઊઠયા છે, શું તમારા અંતરનો દરબાર
તમારા ને તમારા સાથીદારોએ બનાવ્યા, શું જીવનમાં તમને લાચાર
કયા દુઃખે ઘેરી લીધું હૈયાને, જાગ્યું હૈયામાં દુઃખ એનું પારાવાર
ના સહી શકો ના કહી શકો, જાગી ગઈ છે પરિસ્થિતિ એવી શું આજ
છૂટતા નથી શું જીવનમાં તો આજ, ચિંતાઓ ને ચિંતાઓના વિચાર
ગોત્યા જડતા નથી પ્રભુ તો આજ, શોધો છો એમાં વિશ્વાસનો આધાર
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)