નવા ને નવા વિચારોની દિલમાં તો જ્યાં વસ્તી છે
નવી ને નવી દુનિયા તો ત્યાં રચાઈ જવાની છે
ઉમંગો હશે એના નવા નવા, નવા નવા એના તરંગો છે
સુખનું વાદળ કરશે ઊભું જ્યાં નવું, દર્શન દુઃખનું ના થવાનું છે
સમજવાની દૃષ્ટિ મળી જ્યાં નવી, દૃશ્યો નવાં એ જોવાનું છે
હશે સંજોગો જીવનના નવા નવા, મેળ જીવનનો ખવરાવવાનો છે
નિરાશાની દુનિયા હડસેલી જીવનમાં, દુનિયા નવી સર્જાવાની છે
વિચલિત થયા નથી કર્મોથી જીવનમાં, દુનિયા નવી એની રહેવાની છે
પૂરુષાર્થનું જળ રહે છે પીતા જીવનમાં, એની દુનિયા નવી રહેવાની છે
ના દ્વેષ છે, ના વેર છે, ના ઈર્ષ્યાનો પ્રવેશ છે, પ્રેમની સૃષ્ટિ નવી છે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)