દિલે જ્યાં નથી સ્વીકારવું, બહાનાં એ તો ગોતે છે
ભાવમાં જ્યાં નથી એ વસ્યું, બહાનાં એ તો ગોતે છે
કહ્યું માનવું નથી જ્યાં કોઈનું, બહાનાં એ તો ગોતે છે
ચાલવું નથી રાહ પર તો સાચી, બહાનાં એ તો ગોતે છે
નિર્ણય લેવામાં પડયા જ્યાં કાચા, બહાનાં એ તો ગોતે છે
મુખ પર છુપાવી ના શક્યા ભાવો, બહાનાં એ તો ગોતે છે
પ્રેમના સૂરોમાં આવી વિસંવાદિતા, બહાનાં એ તો ગોતે છે
સફળતાની રાહમાં મળી નિષ્ફળતા, બહાનાં એ તો ગોતે છે
મેળવવાનું જીવનમાં ના મળતાં, બહાનાં એ તો ગોતે છે
હરેક ઇન્સાન કરવા ફરિયાદ જીવનમાં, બહાનાં એ તો ગોતે છે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)