પૂછશો ના કોઈ મને, માડીની આંખમાં તમે શું જોયું
જોઈ એની આંખોમાં, યુગોની પહેચાન, પુરાણીનું ચમકતું બિંદુ
જોયાં ઊછળતાં પ્રેમનાં મોજાં, આલિંગવા મને હતું એ ધસતું
એની ચમકતી આંખમાં, ભાવનું ચમકતું એવું મોતી દીઠું
એની આંખમાં મારા ને મારા, અસ્તિત્વનું તો બિંદુ દીઠું
એની એ આંખોમાં, ઊછળતા એવા આનંદનું ઝરણું દીઠું
એની આંખોમાં મારાપણાનું, સ્નેહભર્યું આમંત્રણ તો દીઠું
એની આંખોમાં મારા અંતરના અંધારાને ઓગાળતું બિંદુ દીઠું
એની આંખોમાં મારા જીવનના સમગ્ર ચેનનું સ્પર્શનું બિંદુ દીઠું
એની આંખોમાં મારા જીવનના સમગ્ર આધારનું એવું બિંદુ દીઠું
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)