દી ઉગેને દી આથમે, તારાં કર્મોની ખેતી વધતી ને વધતી જાય છે
તું ચાહે ના ચાહે, રહેશે મળતાં ફળ એનાં સારાં કે ખરાબ મળતાં તો જાય છે
અટકી નથી ખેતી એની રોજ ને રોજ, ખેતી એની વધતી ને વધતી જાય છે
લણતો ને લણતો રહ્યો પાક તું એના, જનમોજનમ પામતો ને પામતો જાય છે
ભૂલ્યો કંઈક પાક સંબંધોના જીવનમાં શાને, પાક સંબંધોના યાદ રાખતો જાય છે
મળતા રહ્યા પાક સંબંધોના, સંબંધોના પાક એમાં વધતા ને વઘતા જાય છે
સુખદુઃખ તો છે ઊપજ એની, એમાં ને એમાં શાને બંધાતો ને બંધાતો જાય છે
લણી લણી પાક ચિંતાનો, શાને એના ભાર નીચે દબાતો ને દબાતો જાય છે
સુખદુઃખ તો છે વિભાગ એવા ફળના, તું ને તું ભોક્તા એનો બનતો જાય છે
કર્મની ખેતી તો થાતી ને થાતી જાય છે, જીવન એમાં ને એમાં વીતતું જાય છે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)