શું ગમે, તને શું ગમે, તને તો શું ગમે, તને તો શું ગમે
પૂછ તારા અંતરને ને મનડાને, તારા દિલડાને તને શું ગમે
મેળવવા તને એ ગમતું કરવા, શું શું છે એ તો તૈયાર
રહ્યા નથી સ્થિર તમે જીવનમાં, રહ્યું છે બદલાતું એમાં ગમતું
જોડાવો છો જ્યારે ઇચ્છાઓની સાથે, વધી જાય છે ગમતાનો પરિવાર
દૃશ્યો જાય જ્યાં બદલાતાં જીવનમાં, જાય બદલાતી ગમતાની રફતાર
મળે ના ગમતું જ્યાં જીવનમાં, જાગે છે દુઃખ ત્યાં તો પારાવાર
પહોંચી શકશે ક્યાંથી જગમાં, છે બંનેની ગમવાની તો લંગાર
રહેવું છે જ્યાં સંગ સંગ બંનેની, પડશે સંભાળવા બંનેને અપાર
છે જ્યાં એ બંને તારા સાથી, રહેજે બનીને એમને સાચો સમજનાર
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)