અડગતા ને અડગતા હતી ભરી જે નયનોમાં, ઝૂકી જાશે એ સંજોગોમાં જીવનમાં
એવું તો ધાર્યું ના હતું, એવું તો ધાર્યું ના હતું, એવું તો ધાર્યું ના હતું
નિર્ણયોથી ભરેલું હતું જેનું હૈયું, કરશે બાંધછોડ એમાં આટલી જીવનમાં
પ્રેમ કાજે તલસતું જેનું હૈયું હતું, બની જાશે ઇશ્કી એમાં તો જીવનમાં
સરળતાના સાગર સમ જેનું હૈયું હતું, નાખશે કપટ ધામા એના હૈયામાં જીવનમાં
પ્રેમમાં રસતરબોળ હૈયું જેનું એવું હતું, ઊગી ઊઠશે વેરના કાંટાઓ હૈયામાં જીવનમાં
સુખમાં તરબોળ હૈયું જેનું રહેતું હતું, જાશે ડૂબી દુઃખમાં એ તો જીવનમાં
ખાઈ ખાઈ માર કિસ્મતના, બની જાશે હૈયું તો આટલું કઠોર જીવનમાં
સર્વ ચીજો મળતી ને મળતી રહે જીવનમાં, હશે ભર્યો અસંતોષ હૈયામાં જીવનમાં
તંતે ચડી જ્યાં વાત જીવનમાં, જાશે બદલાઈ એ તો ઝઘડામાં જીવનમાં
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)