ભૂલીને સમયને તો જીવનમાં, બનાવજે એને ઉદ્ધારનું પગથિયું, ના પતનનું પગથિયું
રાખજે સમયને હાથમાં, રહેજે એની તું સાથમાં, બનાવજે એને પ્રગતિનું પગથિયું
માન-અપમાનની બાંધજે જીવનમાં રેખા, બનાવજે ના એને તું અહંકારનું પગથિયું
પ્રેમ તો છે જીવનમાં અમીરસનું ઝરણું, બનાવજે ના એને તું વાસનાનું પગથિયું
નિઃસ્વાર્થ સેવા છે પ્રભુમાર્ગનું પગથિયું, બનાવજે ના એને તું સ્વાર્થનું પગથિયું
મારા-તારામાં ડૂબી ના જાજે એટલો જીવનમાં, બની જાશે એ જીવનમાં પતનનું પગથિયું
દૃષ્ટિમાં ભળવા ના દેજે વિકારોને જીવનમાં, બની જાશે એ જીવનમાં પતનનું પગથિયું
વેર ને વેર ભરી, ફરીશ ક્યાં સુધી તું જીવનમાં, બની જાશે એ જીવનમાં પતનનું પગથિયું
સુખસંપત્તિની દોટમાં, ઊતરજે ના એટલો જીવનમાં, બની જાશે એ જીવનમાં ક્લેશનું પગથિયું
ભરી ભરી ભક્તિ હૈયામાં, પીજે ને પાજે જીવનમાં, બની જાશે એ જીવનમાં ઉદ્ધારનું પગથિયું
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)