ઊડી જ્યાં ઈર્ષ્યાની એક ચિનગારી, હૈયું એમાં ભડભડ બળવા લાગ્યું
મળ્યું ના જ્યાં એને પ્રેમનું અજવાળું, બળી બળીને એમાં એ તો રાખ થયું
વિચારોનાં વમળોમાં જ્યાં એ ગૂંચવાયું, ચારે દિશાઓમાં નજર માંડી રહ્યું
સફળતાનું ચડાણ કપરું બન્યું, સફળતાના પગથિયેથી એ તો લપસ્યું
નિરાશાઓની આંધીમાં જ્યાં અટવાયું, જીવનમાં વિચલિત એમાં એ બન્યું
અગર-મગરના વમળમાં જ્યાં અટવાયું, જીવનમાં મારગ ના એ કાઢી શક્યું
ખૂટયું ખમીર જ્યાં એમાં તો જીવનમાં, દોષિત અન્યને તો એ ગણતું થયું
સારાસાર ને વિવેક જીવનમાં તો એ એમાં ને એમાં ચૂકતું ને ચૂકતું રહ્યું
અજંપો ને અજંપો વધતો ને વધતો ગયો જીવનમાં, જીવનની શક્તિ એમાં ખોતું ગયું
સમયસર ચેત્યા નહીં જ્યાં જીવનમાં, નાની ચિનગારીએ દાવાનળનું રૂપ ધર્યું
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)