મળ્યો નથી એવો હીરો જે ખુદ ચમકી જીવનને અજવાળે
રહ્યા છે મળતા એવા હીરા, અન્યના પ્રકાશે ચમકે, જીવનને ચમકાવે
મળે છે જીવન જોવા એવાં થોડાં, જીવન જીવી સુગંધ એની પ્રસરાવે
મળે છે જીવન જોવા એવાં ઝાઝાં, અન્યના જીવનની સગંધ ગૂંગળાવે
જીવન જીવે ઘણા એવું, દુર્ગંધ જીવનની બધે એની તો ફેલાવે
જીવે જીવન ઘણા તો એવું, સુગંધ જીવનની બધે એ તો રેલાવે
જીવે જીવન ઘણા ધ્રુવ તારા સમ, જીવનની દિશા એ તો સુઝાડે
જીવે જીવન ઘણા એવું, ખુદ એમાં અટવાયે, અન્યને એ અટવાવે
ચમકે જીવન ઘણાનું એવું, પ્રકાશ તો એનો ઝાઝો ના ફેલાયે
ચમકે તારલિયા ઝાઝા આકાશે, પ્રકાશ સૂર્યની બરાબર ના આવે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)