મસ્તી નવી નવી, નવી નવી એ તો લાગે છે
પ્રભુ તો મને એમાં, વ્હાલો ને વ્હાલો તો લાગે છે
નજર મળતાં મને તો એની, દુનિયા જુદી લાગે છે
સુખશાંતિનો સાગર છે પૂરો, હૈયામાં શાંતિ ફેલાવે છે
રસ્તા રોકી ઊભી છે તકલીફો, નામ લેતાં દૂર એ ભાગે છે
અહંના કાદવમાં ખૂંપ્યો, બહાર એમાંથી મને એ કાઢે છે
રહ્યો છે સાથે ને સાથે મારી, જગ મોં ભલે બગાડે છે
ભાવ ભલે માગે પૂરા, કસર ના એમાં એ ચલાવે છે
પ્રેમની ગંગા નિત વહે હૈયામાં એના, એમાં સહુને નવરાવે છે
અટકી નથી મસ્તી એની, મસ્તી રોજ નવી એની લાગે છે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)