ઘડવામાં ને ઘડવામાં ઘાટ માડી, ભૂલી ગઈ ઘડવો તું તારો ઘાટ
દીધો માનવીએ તને જેવો ઘાટ, પ્રેમથી સ્વીકાર્યો તેં તો એ માત
સાંભળો મારી વાત, રહ્યા કહેતા માનવી, કોઈએ સાંભળી ના તારી વાત
રાખ્યો ના ભેદભાવ કોઈ હૈયે તેં માડી, જોઈ ના તેં જાત કે નાત
નાતજાતના ભેદભાવ વિનાની માડી, થાતી રાજી પડે જીવનમાં જે અનોખી ભાત
અજવાળે અજવાળે સહુ ચાલે, ગમે તો તને, આવે જે જુઓ ના દિન કે રાત
દર્દભરી દૃષ્ટિએ તું નીરખે, માનવીને ઊપડે હૈયે તો જ્યારે માયાનો સન્નિપાત
દુઃખી દુઃખી થઈ જાતી તું, માનવી જ્યારે ત્યજી સ્થિરતા કરે ખોટો રઘવાટ
ગમ્યું ના તને કદી, વધારી વધારી ઇચ્છાઓ, મચાવે જગમાં જ્યાં ઉત્પાત
પડે છે લેવું સહુએ જગમાં શરણું તારું, લાગે જગમાં જ્યાં કોઈ આઘાત
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)