જુવો જગમાં તો જરા, વગર પાંખે જીવનમાં, મુસીબતો તો આવતી રહી
વરસતી હતી જીવનમાં જ્યાં સુખની ચાંદની, તાપ દુઃખનો એ વરસાવી ગઈ
વરવા નીકળી મરદને જગમાં, માટીપગા માનવીની વસ્તી મળતી ગઈ
પ્રેમ ચાહતા ને ઝંખતા હૈયામાં જગમાં, આગ ઊભી એ તો કરી ગઈ
ઇચ્છાઓના નૃત્યને તો જીવનમાં, મુસીબતો મૂંઝવતી ને મૂંઝવતી રહી
જીવનમાં કોણ છે સાચા, કોણ છે ખોટા, સ્પષ્ટ એ તો એ બતાવી ગઈ
લાગી જીવનમાં ભલે એ તો આફત, કંઈક તો આશીર્વાદરૂપ તો બની ગઈ
સ્થિર જીવનને તો જગમાં, અસ્થિર ને અસ્થિર એ તો બનાવતી ગઈ
કંઈકના જીવનમાં તો આવી એને તોડી ગઈ, કંઈકને તો મજબૂત બનાવી ગઈ
આવી આવી જીવનમાં, જીવનને એમાં, કંઈ ને કંઈ શિખામણ તો દેતી ગઈ
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)