કર્મો મચાવે તોફાન જીવનમાં જ્યારે, જ્યોતિષીઓ પનોતી એને ગણાવે છે
જોયા નથી મળ્યા નથી જે ગ્રહોને જીવનમાં, કેમ આડા ફંટાયા એ સમજાવે છે
કરાવી કરાવી ખીસાં તો ખાલી, ખુદના ગ્રહો એમાં એ તો સુધારે છે
જાતકનાં લક્ષણો બતાવી, કરાવીને અનુષ્ઠાનો, આંગળી ઉપર બતાવે છે
પૂરુષાર્થને દે જીવનમાં ભુલાવી, પ્રારબ્ધની ચાલમાં સહુને એ નમાવે છે
કર્મોથી તો દાઝેલા માનવીને, એમાં ને એમાં એ તો અટવાવે છે
માંડીને આંકડાઓ તો કાગળ ઉપર, ગ્રહોની ચાલમાં એ તો રમાડે છે
બે શબ્દો પડયા સાચા જીવનમાં, હૈયામાં આશા નવી એ તો જગાવે છે
ડૂબતો માનવી પણ રહે જો હાથ પછાડતો, એ પણ તરતો ને તરતો જાય છે
હટાવી શકતાં નથી કર્મો તો કોઈ જીવનમાં, કર્મો તો કર્મોને હટાવતાં જાય છે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)