હે જગજનની, હે જગમાતા, તને મારા કોટિ કોટિ પ્રણામ
તારી મરજીના (2) છીએ અમે તો ગુલામ
તાણે જગમાં માયાનો પ્રવાહ, જાળવી લેજે અમને માત
સંજોગે સંજોગો રહ્યા બદલાતા, અમારા અંતરના પ્રવાહ
રાખજે સ્થિર જગમાં અમને એમાં તો માત
ઇચ્છાઓ ને ઇચ્છાઓ રહીએ વધારતા, ધાર્યું તારું તો થાય
પ્રેમનીતરતી આંખો રે માડી, ભુલાવે અમને રે ભાન
કૃપા ને કરુણાના સાગર છો, પાજો અમને બિંદુ એનાં રે માત
નજર બહાર નથી કાંઈ તારા, નજરમાં જગ સારું સમાય
છે સર્વવ્યાપક તો તું, તારા વિનાનું સ્થાન નથી ક્યાંય
પરમ ઉપકારી, પરમ હિતકારી, છે તું માત, તને કોટિ કોટિ પ્રણામ
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)