છે સફર જીવનની આ તો કેવી, કરનારને મંઝિલની તો ખબર નથી
છે લાંબી કે ટૂંકી, પાસે તો એનો, એની પાસે કોઈ અંદાજ નથી
કરવા પડશે મુકામ ક્યાં ને કેટલા, પાસે તો એની એવી કોઈ વિગત નથી
ખૂટશે જોમ જો એમાં, મેળવવું પાછું ક્યાંથી એની કોઈ જાણકારી નથી
દિલે દર્દથી તો દામન ભર્યું, કરવું ખાલી ક્યાં, જીવનમાં એની સમજ નથી
નાસમજમાં બાળપણ ખોયું, ખોઈ જવાની સંગતમાં, ઘડપણ રોયા વિના એમાં રહ્યું નથી
મળ્યાં ક્યાંક પ્રેમનાં ઝરણાં, ક્યાંક મીઠા છાંયડા થાક ઉતાર્યા વિના રહ્યાં નથી
રસ્તા અજાણ્યા રાહ નવી, રહેવું ગાફેલ એમાં, જીવનમાં પરવડવાનું નથી
રાખ્યા કંઈક સાથીઓ એમાં, મળશે સાથ ક્યાં સુધી, કહી શકાવાનું નથી
કાંટા-કંકર મળશે ઘણા, પાર કર્યાં વિના તો એને, આગળ વધવાનું નથી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)