કાઢતા ને કાઢતા રહ્યા છીએ, અન્યના વાંક તો જીવનમાં
શાંત ચિત્તે કરજો વિચાર, તમારો પણ વાંક એમાં તો હશે
વાગતી નથી એક હાથે તો તાળી કદી તો જીવનમાં
હાથ તમારો પણ તમે, એમાં આગળ તો ધર્યો હશે
મનના વિચારોનું કર્યું હશે પાલન તમે તો જીવનમાં
અવહેલના એમાં તમે કોઈની તો જરૂર કરી હશે
છુપાવી છુપાવી આદતો પોતાની તો સદા જીવનમાં
અન્યની આદતો ઉપર પ્રહારો આકરા કર્યાં હશે
શંકાભરી નજરથી તો રહ્યા હશો સહુને નિહાળતા જીવનમાં
અન્યને કારણ પણ રજૂ કરવા દીધાં તો ના હશે
કતરાતી નજરે મળ્યા હશો જો અન્યને જીવનમાં
ગુણો એના એમાં તો નજરે તો ના ચડયા હશે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)