જન્મ્યો `¾ષં' તો મારા સ્વાર્થમાંથી, સ્વાર્થ વિનાનો તો હું નથી
જન્મી નબળાઈઓ મારા ભાવમાંથી, લાચાર બન્યા વિના રહ્યો નથી
પ્રેમમાં કરી બાધા ઊભી એણે, પાંગળો બનાવ્યા વિના રહ્યો નથી
સાત સૂરમાંથી એક સૂર બોદો બોલે, સંગીત મધુરું એમાં બનતું નથી
દુઃખ વિનાની સરળતામાં જીવન તો, સાચું ત્યાં તો સમજાતું નથી
જીવનમાં દંભી તો બનવું નથી, દંભ વિના જીવનમાં રહી શક્યા નથી
પાગલને ભાન હોતું નથી, ભાન ખોયા વિના પાગલ બનાતું નથી
સ્વાર્થે અહં બંધાયો કે અહમે સ્વાર્થને, જીવનમાં એ સમજાતું નથી
રગેરગમાં વ્યાપ્યો સ્વાર્થ એટલો, સ્વાર્થ વિનાનું અસ્તિત્વ કબૂલાતું નથી
બનાવી સ્વાર્થે મુક્તિ મોંઘી, જીવન સ્વાર્થમાં ટકરાયા વિના રહ્યું નથી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)