જોતો જા તું જોતો જા, તારાં નખરાં જીવનમાં, જીવનને ક્યાં લઈ ગયાં
રાખ્યું ના હૈયાને તેં તારા હાથમાં, ફરતું ને ફરતું રહ્યું અન્યના સાથમાં
નજરને ના રાખી કાબૂમાં તેં જીવનમાં, નજરે ઘણ ઘણા નચાવ્યા
રાખ્યો ના કાબૂ તેં વાણી ઉપર, જીવનને તકલીફમાં એ નાખતા ગયા
રાખ્યો ના સ્વાદને તેં જ્યાં કાબૂમાં, હૈયાને ને મનને એ દોડાવતા ગયા
સંપત્તિ આવી હાથમાં, આરામ લાવી સાથમાં, હાથપગ એમાં બંધાઈ ગયા
ઝડપાયું હૈયું જ્યાં લોભ-લાલચમાં, ઊંઘ વેચીને એમાં તો ઉજાગરા મળ્યા
ધીરે ધીરે અહં ગયો વિકસતો હૈયામાં, ઝઘડાનું કારણ એ બની ગયા
સારાસારના વિવેક વીસરાયા જીવનમાં, મારામારીના સોદા ઊભા થયા
ઉપરવાળો જોતો રહ્યો તાલ સહુના, માયામાં નાચ્યો કે કર્મોએ નચાવ્યા
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)