તારા ભાગ્યનો સ્રષ્ટા જ્યાં તું બન્યો નથી, જીવનમાં તારું કાંઈ નથી
પ્રેમથી જીવનમાં કોઈને આવકાર્યા નથી, કોઈ તારું ત્યાં બનવાનું નથી
તારા ભાગ્યનો સ્રષ્ટા હોય બીજો, ધાર્યું એનું થયા વિના રહેવાનું નથી
બનીશ સ્રષ્ટા તારા ભાગ્યનો તું, ફરિયાદ કરવાની કોઈને રહેતી નથી
તારા કાર્યમાં રહેશે નાચતો, તારી લીલા વિના તો બીજું રહેવાનું નથી
સુખદુઃખનો ઘડવૈયો બનીશ તું, ધાર્યું તારું થયા વિના રહેવાનું નથી
સંભાળવાનું નથી કોઈને તારે, તારી જાતને સંભાળ્યા વિના રહેવાનો નથી
પૂછવાનું નથી ત્યાં કોઈને તારે, તારા મનનું ધાર્યું કર્યાં વિના રહેવાનો નથી
દુઃખ કે સુખ, હશે સર્જેલું તારું, ફરિયાદ એની કોઈને કરી શકવાનો નથી
કરી વિચાર બનજે તું સ્રષ્ટા, તારા ભાગ્યને મોકો આવો મળવાનો નથી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)