બહેકાવ્યું તારા દિલને તેં જ્યારે, ફરિયાદ કરે છે એની તું શાને
દૃશ્યે દૃશ્યે ઊછળ્યું દિલ તારું જ્યારે, રાખ્યો ના કાબૂ એના પર ત્યારે
ભાવે ભાવે રહ્યું ખેંચાતું દિલ તારું જ્યારે, સંભાળી લીધું ના એને ત્યારે
રચ્યા દિલે સ્વપ્નાં ઘણાં, લાગ્યાં મીઠાં ને મીઠાં તને એ તો ત્યારે
પ્રેમ સમુદ્રમાં ન્હાવું હતું તારે જ્યારે, ડૂબવું પડે એમાં તો ત્યારે
અવગુણોના સંગાથ છોડવા છે જ્યારે, સદ્ગુણોમાં ડુબાડજે હૈયાને ત્યારે
સમજ છે એની જો તને વધારે, બ્હેકાવી દે છે જીવનમાં એને શાને ત્યારે
દુઃખદર્દના કિનારા છોડવા છે જ્યારે, સુખના કિનારે બાંધી દે દિલને ત્યારે
છે દિલ તો તારું, પડશે રાખવું એ હાથમાં તારે તો ત્યારે ત્યારે
બનાવીશ દિલને સિક્કો તારો જ્યારે, થાશે કિંમત તારી ત્યારે ને ત્યારે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)