નથી અંધકાર કાંઈ જગમાં, છે અંધકાર એ તો અંતરાય પ્રકાશમાં
જગનો ખૂણેખૂણો છે પ્રકાશિત, એ તો પ્રભુના તો પ્રકાશમાં
છે એ તો દુઃખી જગમાં, રહી કે બની ના શક્યો સુખી જીવનમાં
બની ના શક્યો જ્ઞાની એ જીવનમાં, આંટો મારી રહ્યો જે અજ્ઞાનમાં
અટવાયા કર્યો એ દ્વૈતમાં, ના સ્થાપી શક્યો ઐક્ય પ્રભુના હૈયામાં
કારણ વિનાના કર્યાં ઊભા થાંભલા, રહ્યો નાખતો અંતરાય પ્રકાશમાં
સમજદારીથી રહ્યા દૂર એ જીવનમાં, અટવાયા તો જે નાસમજદારીમાં
પામ્યા ના પ્રકાશ પ્રેમનો જીવનમાં, રાખ્યો અગ્નિ અસંતોષનો જલતો હૈયામાં
ના રહી શક્યા સંતોષથી જીવનમાં, ડૂબ્યાં રહ્યા વેરમાં તો હૈયામાં
અટવાયા જીવનમાં એ દ્વૈતમાં, ડૂબી ના શક્યા ખુદ તો ખુદીમાં
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)